અંબુજા સિમેન્ટને લેવાને બદલે દેવાના આવશે?

સીસીઆઈના રૂા. 6700 કરોડના દંડને એનસીએલટીમાં પડકારવામાં નિષ્ફળતા
 
નવી દિલ્હી, તા.14 સપ્ટે.
નિયમનકાર કોમ્પિટીશન કમિશન અૉફ ઇન્ડિયા (સીસીઆઈ)ના હુકમને અંબુજા સિમેન્ટે એનસીએલટીમાં પડકાર્યો, પરંતુ એનસીએલટીએ પણ સીસીઆઈના આ દંડને મંજૂર રાખતા આ કંપની હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. 
અંબુજા સિમેન્ટ ઉપર આરોપ છે કે તેના 11 ઉત્પાદકોની સાથે સંપી જઈને સિમેન્ટના ભાવ વધાર્યા હતા. સીસીઆઈએ આ માટે તેને રૂા. 6700 કરોડનો દંડ કર્યો હતો.  
અૉગસ્ટ 2016માં સીસીઆઈએ અલ્ટ્રાટેક, એસીસી, અંબુજા, રેમકો અને જેકે સિમેન્ટ સમાવિષ્ટ 11 કંપનીઓ ઉપરાંત સિમેન્ટ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશન (સીએમએ) ઉપર રૂા. 6700 કરોડનો દંડ ફટકાર્યો હતો. સીસીઆઈએ સૌથી વધુ $1,175.49 કરોડનો દંડ આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક ઉપર લાદ્યો હતો. એનસીએએલટીના 25 જુલાઈના ચુકાદાને પડકારતા અંબુજાએ કહ્યું કે, ટ્રિબ્યુનલે એ મુદ્દો ધ્યાનમાં લીધો નથી કે ડેટા એકઠો કરવાનું કામ પ્રાઈવેટ ઍસોસિયેશને કર્યું છે, જે સ્પર્ધાત્મક રીતે સંવેદનશીલ છે અને વ્યૂહાત્મક અનિશ્ચિતતાને ઓછી કરતી નથી, અમુક ડેટા ઍસોસિયેશનના સભ્યો પાસે ઉલબ્ધ છે. પ્રશ્ન એ નથી કે ડેટા ગેરકાયદેસર છે કે નહીં પરંતુ કાર્ટેલ રચાયું હોવાના ઠોસ પુરાવા છે કે નહીં એ એક પ્રશ્ન છે. 
ટ્રિબ્યુનલે એ વાતને માની કે ઉત્પાદન નવેમ્બર 2010-11માં નોંધપાત્ર ઘટયું હતું. આથી કેસ 2009-10નો છે. આથી સ્થાનિક વિશ્લેષણને ટ્રિબ્યુનલે નકારી હતી. દેશના સાત રાજ્યોમાં વિશ્લેષણ કરતા કાર્ટેલાઈઝેશનના કોઈ પુરાવા મળ્યા નહીં, એમ અંબુજાએ કહ્યું હતું. 
કંપનીનું કહેવું છે કે કાર્ટેલાઈઝેશનના ડેટા વર્ષ 2007ના આધારે છે. આ સમયગાળામાં સિમેન્ટ ક્ષેત્રમાં ભારે ઉથલપાથલ ચાલતી હતી. આથી આમાં કોઈ કેસ બનતો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer