અૉચગસ્ટમાં વેપારખાધ ઘટીને $ 17.39 અબજ

નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
અૉગસ્ટ મહિનામાં વેપારખાધ 17.39 અબજ ડૉલર હતી, જે આગલા મહિનાના 18.02 ડૉલરથી થોડી ઓછી છે.
એપ્રિલ-અૉગસ્ટની કુલ વેપારખાધ 80.35 અબજ ડૉલર હતી. ગયા વર્ષના એ જ સમયગાળામાં તે 67.27 અબજ ડૉલર હતી.
સોનાની આયાત જુલાઈના 2.96 અબજ ડૉલરથી વધીને અૉગસ્ટમાં 3.64 અબજ ડૉલર થઈ હતી. જ્યારે આયાત 12.35 અબજ ડૉલરથી ઘટીને 11.83 અબજ ડૉલર થઈ હતી.
અૉગસ્ટ મહિનામાં દેશે 45.24 અબજ ડૉલરની આયાત સામે 27.84 અબજ ડૉલરની નિકાસ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer