અમેરિકાનો ભારત ઉપર વેપારવિરોધી નીતિનો આક્ષેપ

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
અમેરિકાએ ભારત ઉપર વેપાર વિરોધી નીતિ અપનાવવાનો આક્ષેપ કરતા કહ્યું છે કે સરકાર ખેડૂતોને ચોખા અને ઘઉંનો પાક લેવા માટે મોટા પ્રમાણમાં સબસિડી આપતી હોવાથી બીજા દેશોએ તેની ચિંતા કરવાની જરૂર છે. યુએસ ટ્રેડ રિપ્રેન્સેટીવના મુખ્ય કૃષિ અધિકારી ગ્રેગરી ડોડે કહ્યું કે ભારતની કૃષિને પ્રોત્સાહન આપતી નીતિ વેપાર વિરોધી છે. અગાઉ મે મહિનામાં જીનિવામાં ડબ્લ્યુટીઓ સમક્ષ ડોડે કહ્યું કે અમેરિકાના અંદાજ પ્રમાણે ભારતમાં ચોખાના ઉત્પાદન માટે 74થી 84 ટકા અને ઘઉં ઉત્પાદનમાં 60થી 68 ટકા સબસિડી અપાય છે. જે 2010થી 2014 દરમિયાન 10 ટકાએ લાવવાની શરત હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer