વૈશ્વિક સોવરીન વેલ્થ ફંડ અને પેન્શન ફંડો `વાઇબ્રન્ટ ગુજરાત'' મીટમાં ભાગ લેશે

વૈશ્વિક સોવરીન વેલ્થ ફંડ અને પેન્શન ફંડો `વાઇબ્રન્ટ ગુજરાત'' મીટમાં ભાગ લેશે
ચર્ચાવિચારણા સત્રના અધ્યક્ષપદે નરેન્દ્ર મોદી વિરાજે તેવી શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 સપ્ટે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તા. 18થી 20 જાન્યુઆરી 2019ના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે.
આમાં વિશ્વભરમાંથી સોવરીન વેલ્થ ફંડો અને પેન્શન ફંડો ભારતના નીતિ ઘડવૈયા જોડેના આદાનપ્રદાન સત્રમાં ભાગ એવી શક્યતા છે. 20થી 25 વૈશ્વિક ફંડો અત્રે `વાઇબ્રન્ટ ગુજરાત'માં ભાગ લે તેવી શક્યતા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સત્રના અધ્યક્ષપદે હશે તેવી સંભાવના પણ છે.
ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ આકર્ષણ આ તકનો ઉપયોગ કરાશે.
અગાઉ વૈશ્વિક રોકાણકારોએ ભારતમાં વિશ્વાસ ગુમાવી દીધો હતો, પણ છેલ્લા 15 મહિનામાં આ વિશ્વાસ વધ્યો છે.
આ ઉપરાંત એશિયન અને પશ્ચિમ યુરોપીયન રાષ્ટ્રોની નાણાકીય સંસ્થાઓ મોટી સંખ્યામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેનાર છે.
જાપાન, ચીન, તાઇવાન, સિંગાપોર ઉપરાંત અમુક પશ્ચિમ એશિયન દેશોની નાણાકીય સંસ્થાઓ અને ફંડ હાઉસોએ ભારતમાં રોકાણ કરવામાં ભારે રસ દર્શાવ્યો છે.
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ-ટેક સીટી 
(ગિફ્ટ) અને ગિફ્ટમાં ધી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિઅલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી)એ નાણાકીય સંસ્થાઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રબ જેવા કે હૉંગકૉંગ અને સિંગાપોર લગભગ સ્થગિત જેવા થઈ ગયા છે. આથી ગિફ્ટ સીટીમાંના આઇએફએસસીના સંયોગો વધુ ઊજળા બની ગયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer