સુરત ઍરપોર્ટના વિસ્તરણ માટે રૂા. 353 કરોડનું બજેટ મંજૂર

સુરત ઍરપોર્ટના વિસ્તરણ માટે રૂા. 353 કરોડનું બજેટ મંજૂર
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 સપ્ટે.
ઍરપોર્ટ અૉથોરિટી અૉફ ઇન્ડિયાએ સુરત ઍરપોર્ટનાં વિસ્તરણના પ્રોજેક્ટ માટે રૂા. 353 કરોડનું બજેટને મંજૂર કર્યું છે. હવે આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ માટેની સુવિધાઓ ઊભી કરાશે, તેમ ઍરપોર્ટ ડાયરેક્ટર પાણીગ્રહીએ જણાવ્યું હતું.
ઍરપોર્ટમાં હવે સુવિધા વધશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થાય તો તે માટેનાં આગમન અને પ્રસ્થાન દરવાજા અલગ હોવા જોઈએ તે નવા બિલ્ડિંગમાં મળશે. આ ઉપરાંત બજેટ મારફતે ટેક્સી-વે અને પાર્કિંગ પણ બનશે. ઍરપોર્ટ ડાયરેક્ટર દ્વારા ખર્ચની મંજૂરીની જાણ કરી દેવામાં આવી છે. 
દક્ષિણ ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સનાં પ્રમુખ હેતલ મહેતાએ કહ્યું હતું કે, સરકારે ટર્મિનલ બિલ્ડિંગનાં મોડિફિકેશન માટે રૂા. 5.5 કરોડની અલગથી જોગવાઈ કરી છે જે આવકારદાયક છે. સુરત ઍરપોર્ટ ધમધમતું થયા બાદ આશરે 27 ફ્લાઈટ સાથે 2.73 લાખ મુસાફરો સાથે ટોચના ક્રમે રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer