ટેક્સ્ટાઇલની માગ માર્ચ ''19 સુધી જોરદાર રહેશે

ટેક્સ્ટાઇલની માગ માર્ચ ''19 સુધી જોરદાર રહેશે
નિકાસ માટે પણ સંયોગો ઊજળા : ઇન્ડિયા રેટિંગ્સ

મુંબઈ, તા. 14 સપ્ટે.
આ વર્ષના માર્ચ '19 સુધી કોટન અને સિન્થેટિક ટેક્સ્ટાઇલ્સના સંયોગો સારા રહેશે, એવી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ઇન્ડ-રા)એ ધારણા છે.
આ વર્ષના માર્ચ '19 સુધી ટેક્સ્ટાઇલ્સની સ્થાનિક માગ વપરાશકારની જોરદાર રહેવાની સંભાવના છે. ખાનગી વપરાશ ખર્ચ મજબૂતપણે વધવાની શક્યતા છે. યુએસ ડૉલરની સામે ભારતીય રૂપિયાની નબળાઈના કારણે એપરલ નિકાસકારોને અને ટેક્સ્ટાઇલ્સ નિકાસકારોને ફાયદો થશે.
ઇન્ડ-રા માને છે કે આ ક્ષેત્રની ક્રેડિટ પ્રોફાઇલ ધીમેથી સુધરશે. ક્ષેત્રની નફાશક્તિ પણ સુધરતી જશે. ઉત્પાદકો વધેલો કાચી સામગ્રીનો ખર્ચ આખરી વપરાશકારો પર સરકાવી શકશે. આ ઉપરાંત તંદુરસ્ત માગ, ઘસાતો રૂપિયો અને સ્ટ્રકચરલ ઇસ્યુઓની વોર્નિંગ અસરથી ફાયદો થશે. આમ છતાં સામી બાજુએ જોઈએ તો કોસ્ટ વધવાથી કાર્યકારી મૂડીની જરૂરિયાત વધશે. આથી ક્ષેત્રને દેવા પર આધાર રાખવો પડશે.
ઓછા વાવેતરથી 2017-2018 અને 2018-2019નો રૂનો પાક ધારણાથી ઓછો ઉતર્યો છે. સ્થાનિક માગ મજબૂત રહેવાથી અને ચીનની નિકાસ માગ વધુ રહેવાથી સ્થાનિક સ્ટોક વધુ ઘટવાની શક્યતા છે. આ ઉપરાંત 2018-2019ની કોટન સિઝન માટે સરકારે લઘુતમ ટેકાના ભાવ વધાર્યા છે. આથી રૂના ભાવો સુધરશે. જોકે પોલીએસ્ટર સ્ટેપલ ફાઇબરના ભાવસુધારા કરતાં કોટનનો સુધારો ઓછો રહેશે. આથી સિન્થેટીક વેલ્યુચેઇનની નફાશક્તિ સુધરશે. આ ઉપરાંત ભારત સરકારે કાપડના ભાવના 7.0 ટકા સમકક્ષ મેનમેઇડ કાપડ પર ઇનપુટ ક્રેડિટ આપવાની છૂટ આપી છે. આથી એપરલ ઉત્પાદકોની ઇનપુટ કિંમત ઘટશે અને તેમના કામકાજનું વોલ્યુમ એટલું વધશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer