ગુજરાત હાઈ કોર્ટે જીએસટી જોગવાઈને ગેરબંધારણીય ગણાવી

નવી દિલ્હી, તા.18 સપ્ટે.
ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) પહેલી જુલાઈ, 2017ના રોજ અમલમાં આવ્યો. તેના એક વર્ષ પહેલાં જે પ્રથમ શ્રેણીના વેપારીએ માલ ખરીદ્યો હોય તેની એક્સાઈઝ ડયૂટી ક્રેડિટને પ્રતિબંધિત કરતી જીએસટીની જોગવાઈને ગુજરાત હાઈ કોર્ટે ગેરબંધારણીય ગણાવી છે. 
જીએસટી અંતર્ગત પહેલી જુલાઈ, 2016ના રોજ કે તે પછી ખરીદેલા માલ ઉપર ટૅક્સ ક્રેડિટનો દાવો કરી શકાય છે. જોકે, કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ અને સેનવેટ ક્રેડિટ નિયમો અંતર્ગત આવા કોઈ પ્રતિબંધ નથી. 
પ્રથમ શ્રેણીનો ડિલર એટલે એવો વેપારી, જે માલને આયાતકાર અથવા ઉત્પાદક પાસેથી સીધો ખરીદે છે. આ ચૂકાદો આ પ્રકારના ડિલર્સ પૂર્રો મર્યાદિત હોવાથી અન્ય શ્રેણીના વેપારીઓ જેમણે પહેલી જુલાઈ, 2016ના રોજ કે તે પછી માલ ખરીદ્યો હોય તેઓ પણ ક્રેડિટની માગ કરી રહ્યા હોવાનું સૂત્રોએ કહ્યું હતું. 
એએમઆરજી એન્ડ ઍસોસિયેટ્સના પાર્ટનર રજત મોહને કહ્યું કે, આ ચુકાદાથી ઘણા વેપારીઓને રાહત મળશે પરંતુ સરકારે દરેક ક્રેડિટ ક્લેમની તપાસ કરવી પડશે. 
ટૅક્સ્મેનના જીએસટી વિભાગના ડેપ્યુટી જનરલ મૅનેજર શુભમ મિત્તલે કહ્યું કે, જીએસટી કાયદા અંતર્ગત માલ અને સર્વિસીસના ઉત્પાદન ઉપર ઈનપુટ ટૅક્સ ક્રેડિટ ઉપર નિયંત્રણ હોવાથી સંબંધિત માલ, માલ કે સર્વિસીઝની સપ્લાય માટે વપરાયો છે કે નહીં એ વાતની સરકાર ચકાસણી કરશે. 
સરકારનો દાવો હતો કે પ્રથમ શ્રેણીના ડિલર્સને ક્રેડિટ ઉપલબ્ધ કરાવવાથી કોઈ ફાયદો થશે નહીં. જોકે, એમ પણ કહેવામાં આવ્યું છે કે અગાઉની કર પ્રણાલીમાં પણ આ રીત હતી, જેનું કોઈ ઠોસ કારણ નહોતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer