સુરત ઍરપોર્ટે હવાઈ યાત્રીઓનો આંકડો એક લાખને પાર પહોંચ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 9 ઓક્ટો.
ડાયમંડ સિટીના ઈતિહાસમાં પહેલી વખત સુરત ઍરપોર્ટથી પ્રથમ વખત ગત સપ્ટેમ્બર માસમાં એક લાખથી વધુ યાત્રીઓએ હવાઈ સફળ માણી હતી. નાણાકીય વર્ષ 2018-'19માં અત્યાર સુધી કુલ 4.72 લાખ લોકોએ સુરત ઍરપોર્ટનો ઉપયોગ કર્યો છે. સુરત શહેરને કસ્ટમ નોટીફાઈડ જાહેર કરાયું છે. ઈમિગ્રેશનની સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. આગામી 28મી અૉક્ટોબર પહેલાં સુરત ઍરપોર્ટને પ્રથમ સુરત-શારજહાંની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મળે તેવી સંભાવના બળવત્તર છે. ગત માસમાં સુરત ઍરપોર્ટ પરથી કુલ 1,10,189 લોકોએ હવાઈ યાત્રા માણી હતી. જે સુરત શહેરના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધારે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer