આઈએલએન્ડએફએસ કોર્પોરેટ્સ ડિપૉઝિટ્સ ચૂકવવામાં ફરીથી નિષ્ફળ

મુંબઈ, તા. 9 અૉક્ટો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાઝિંગ ઍન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ (આઈએલએન્ડએફએસ) ઈન્ટર કોર્પોરેટ ડિપૉઝિટ્સ (આઈસીડી)ના રૂા. 1.72 અબજના વ્યાજ અને મુદ્દલની ચુકવણી કરવામાં ફરીથી નિષ્ફળ ગઈ છે. 
આઈએલએન્ડએફએસે સ્ટોક એક્સ્ચેન્જીસને જણાવ્યું હતું કે કંપનીએ 29 સપ્ટેમ્બરે જે વ્યાજ ચૂકવવાનું હતું તે ચૂકવી શકી નથી. બૅન્કે આ નાણાં કંપનીના ખાતામાંની રકમ સામે સરભર કરી લીધા છે. તેથી આઈએલએન્ડએફએસની સપ્ટેમ્બર મહિનાની જવાબદારી રહી નથી.
આ વર્ષના જૂનમાં ઈન્ડસઈન્ડ બૅન્કે આઈએલએન્ડએફએસ સાથે આઈએલએન્ડએફએસ સિક્યુરિટીઝ સર્વિસીસ (આઈએસએસએલ) હસ્તગત કરવા માટે  શૅર ખરીદવાના કરાર કર્યા હતા.  સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઈન્ડસઈન્ડ બૅન્કે જણાવ્યું હતું કે આઈએસએસએલને ટેકઅૉવર કરવા માટે તેને તમામ રેગ્યુલેટરી મંજૂરી મળી ગઈ છે. આ સોદો પૂરો થવાના આરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer