2.5 ટકા વ્યાજ સાથે ગૉલ્ડ બૉન્ડના પાંચ ઈસ્યૂ આવશે

નવી દિલ્હી, તા. 9 અૉક્ટો.
સરકારે 2.5 ટકા વ્યાજદર આપતા સોવરિન ગૉલ્ડ બોન્ડ ઈસ્યૂ કરવાનું નક્કી કર્યું છે. વ્યાજની ચુકવણી રોકાણકારોને અર્ધ-વાર્ષિક ધોરણે થશે.
અૉક્ટોબર અને ફેબ્રુઆરીની વચ્ચે દરેક મહિનામાં રસ ધરાવતા રોકાણકારોની અરજીને સ્વીકારવામાં આવશે. જેથી રોકાણની માગ ફિઝિકલની બદલે `પેપર ગૉલ્ડ'માં પરિવર્તિત કરી શકાય.
વર્ષ 2015થી ગૉલ્ડ બોન્ડ અમલમાં આવ્યા એ પછી ક્યારે પણ આટલી વધુ આવૃત્તિમાં તે ઈસ્યૂ થયા નથી. આવા બૉન્ડ્સનો છેલ્લો તબક્કો ફક્ત એપ્રિલમાં હતો. 
આ બોન્ડમાં 2.5 ટકા વ્યાજદર આપવામાં આવશે, જે રોકાણકારોને અર્ધ-વાર્ષિક ધોરણે મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer