યુએસ ડૉલર સામે રૂપિયો 74.26ના નવા તળિયે

મુંબઈ, તા. 9 અૉક્ટો.
ક્રૂડતેલની તેજી, સ્થાનિક શૅરબજારોની નબળાઈ અને વિદેશી મૂડીપ્રવાહ વચ્ચે ભારતીય રૂપિયો વધુને વધુ તૂટતો જાય છે. મંગળવારે ઈન્ટ્રા-કરન્સી ટ્રેડમાં યુએસ ડૉલર સામે રૂપિયો ગગડી રૂા. 74.26ની નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. રૂપિયો અૉક્ટોબરમાં 2 ટકા ઘટયો છે, જ્યારે 2018માં રૂપિયો 16 ટકા ઘટયો છે.
દરમિયાન બ્રેન્ટ ક્રૂડના બેરલ દીઠ ભાવ વધી 84 ડૉલર થઈ ગયા છે. ભારતીય શૅરબજારમાં નરમાઈ ચાલુ રહી છે. તાતા મોટર્સનો શૅર લગભગ 20 ટકા જેટલો તૂટી ગયો હતો, જે 7 વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
બીજી બાજુ એશિયન શૅરો 17 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા છે. ચીને તેના ચલણને ગગડવા દેતા અન્ય ઉભરતાં ચલણો પર તેની વિપરીત અસર પડી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer