સેઇલના ભિલાઇ પ્લાન્ટમાં ધડાકો થવાથી 9નાં મૃત્યુ અને 12 ઘાયલ

પીટીઆઈ
ભિલાઈ, તા. 9 અૉક્ટો.
છત્તીસગઢના દુર્ગ જિલ્લાની સરકારી માલિકીની કંપની સેઇલના ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં ધડાકો થવાથી 9 કર્મચારીઓ માર્યા ગયા છે અને 12 વ્યક્તિ ઘાયલ થઈ છે. ઘાયલ થયેલી અનેક વ્યક્તિઓની હાલત ગંભીર છે. ભિલાઈ શહેરના કોક ઓવન સેક્શનને જોડતી ગૅસ પાઇપલાઇનમાં સવારે 11 વાગે ધડાકો થયો હતો. અકસ્માત થયો ત્યારે તે જગ્યાએ 24 કર્મચારીઓ કામ કરતા હતા.
સ્ટીલ અૉથોરિટી અૉફ ઇન્ડિયા લિ. (સેઇલ)ના આધુનિક અને વિસ્તારીત ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ જૂનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.
ભારતીય રેલવે માટે વૈશ્વિક સ્તરના રેઇલ્સ બનાવનાર આ એકમાત્ર પ્લાન્ટ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer