ખેડૂતોને ઓર્ગેનિક ખેતપેદાશ માટે વધુ 20 ટકા ટેકાનો ભાવ આપવા વિચારણા

નવી દિલ્હી, તા. 9 અૉક્ટો.
કેન્દ્ર સરકાર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઓર્ગેનિક ઉત્પાદનને ટેકાના ભાવ અંતર્ગત લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. હાલમાં ઓર્ગેનિક પેદાશ માટે ટેકાના ભાવ નક્કી નથી. ફક્ત સિક્કિમમાં મે મહિનામાં બાગાયત પેદાશો માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 
કૃષિ મંત્રાલયે તાજેતરમાં ઓર્ગેનિક પેદાશો માટે 20 ટકા વધુ ટેકાના ભાવ અમલમાં લાવવા માટે વિચારણા શરૂ કરી છે. જોકે, ખેડૂતની કુલ પેદાશમાંથી ઓછામાં ઓછી 10 ટકા પેદાશ ઓર્ગેનિક હોવી જરૂરી છે. મંત્રાલયની આ વાતચીતની મિટિંગમાં હાજર એક અધિકારીએ કહ્યું કે, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિગતવાર રજૂઆત કરવામાં આવી અને આ પ્રસ્તાવ માટે પ્રસ્તાવ મગાવવા આવ્યા છે. 
નોંધપાત્ર ઓર્ગેનિક ખેતી ધરાવતા રાજ્યો હવે ઓર્ગેનિક વિસ્તારને ખાસ ઓળખ આપવા માગે છે અને ખેડૂતોને યુનિક આઈડી ઈસ્યૂ કરવાની વિચારણા પણ ચાલુ છે જેથી ઓર્ગેનિક ખેતરને ઓળખી શકાય. આ બાબતની ચર્ચામાં સંપૂર્ણ ઓર્ગેનિક સિક્કિમ સહિત ઈશાન ભારતના આઠ રાજ્યો અને અન્ય 10 રાજ્યોએ ભાગ લીધો હતો અને ઓર્ગેનિક પેદાશો માટે ટેકાના ભાવની યોજના રજૂ કરી હતી. દેશમાં 23 લાખ હૅક્ટર ઓર્ગેનિક ખેતી અંતર્ગત પ્રમાણબદ્ધ છે. 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer