વડા પ્રધાનની સલાહથી આજીવિકાનો આરંભ

વડા પ્રધાનની સલાહથી આજીવિકાનો આરંભ
દરરોજ ચાર કલાકમાં 300 કિલો દાળવડાં વેચાય છે
 
વડોદરા, તા. 9 અૉક્ટો.
કૉંગ્રેસની વિદ્યાર્થી આગેવાનોની પાંખ નેશનલ સ્ટૂન્ડ્સ યુનિયન અૉફ ઇન્ડિયાના એક સભ્યએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાર માધ્યમને આપેલી એક મુલાકાત દરમિયાન આપેલી સલાહને ગંભીરતાપૂર્વક લીધી અને હવે તે માલામાલ થઈ ગયો છે. મોદીએ દેશમાં બેરોજગારીના મુદ્દા વિશે પોતાની વાતમાં જણાવ્યું હતું કે આજીવિકા રળવા ભજિયાંની દુકાન પણ ખોલી શકાય એવો વિચાર રજૂ કર્યો હતો. વડોદરાના યુવાન નારાયણ રાજપૂતે તેમાંથી પ્રેરણા લઈને દાળવડાંનો સ્ટૉલ શરૂ કર્યો અને હવે તે દરરોજ ચાર કલાકમાં 300 કિલો દાળવડાં વેચે છે! નારાયણભાઈ રાજપૂતે સૌપ્રથમ વડોદરામાં `શ્રીરામ દાળવડાં સેન્ટર'ના નામે સ્ટોલ શરૂ કર્યો હતો. હવે શહેરમાં વિવિધ સ્થળે તેમની 35 શાખાઓ છે. 
તેમણે કહ્યું કે, વડા પ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બેરોજગાર રહેવાને બદલે ભજિયાં વેચીને દરરોજ રૂા. 200 કમાવા જોઈએ. નારાયણ કહે છે કે મે ભજિયાંની દુકાન ફક્ત 10 કિલો સામગ્રી સાથે શરૂ કરી હતી. હવે હું 500થી 600 કિલો સામગ્રીના ભજિયાંનું વેચાણ કરું છું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer