ઇન્ફોસિસનો સપ્ટે. ત્રિમાસિકમાં નફો 3.7 ટકા વધ્યો

ઇન્ફોસિસનો સપ્ટે. ત્રિમાસિકમાં નફો 3.7 ટકા વધ્યો
વચગાળાનું ડિવિડંડ શૅરદીઠ રૂા. 7 ચૂકવશે  આ વર્ષની ગાઈડન્સમાં ફેરફાર નથી
 
એજન્સીસ મુંબઈ, તા. 16 અૉક્ટો.,
આઇટી માંધાતા ઇન્ફોસીસનો તા. 30 સપ્ટેમ્બર 2018ના પૂરા થયેલા દ્વિતીય ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો
નફો વધી રૂા. 41.10 અબજનો થયો છે. જે વાર્ષિક ધોરણે 3.7 ટકાનો વધારો દર્શાવે છે. તા. 30 જૂન 2018ના
પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂા. 36.12 અબજનો થયો હતો.
આ ગાળામાં આવક રૂા. 206.09 અબજની થઈ છે. કંપનીની આવક 6થી 8 ટકાના દરે વધતી રહી છે.
કંપનીએ 2018-19 માટે માર્જિન ગાઇડન્સ 22થી 24 ટકાનું જાળવી રાખ્યું છે.
કંપનીએ શૅરદીઠ રૂા. 7ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
બેઝિક શૅરદીઠ કમાણી રૂપિયામાં વાર્ષિક 16 ટકા વધી છે. કંપનીના સીઈઓ અને એમડી સલીલ પારેખે જણાવ્યું
હતું કે ક્વાર્ટર દરમિયાન બધા બિઝનેસ સેગમેન્ટમાં અને જ્યોગ્રાફીમાં અમે વ્યાપક વિકાસ નોંધાવ્યો છે. ગ્રાહકો
જોડેના ગાઢ સંબંધો, ડિજિટલ લેડ ફૂલ-સર્વિસ ક્ષમતા અને ગ્રાહકોની જરૂરિયાત અંગેની ગાઢ સભાનતા થકી વિકાસ
વધ્યો છે. ક્વાર્ટર દરમિયાન 2 અબજ ડૉલરથી વધુના સોદા થયા છે.
ડિજિટલ રેવન્યુ 90.5 કરોડ ડૉલર (કુલ રેવન્યુના 31.0 ટકા) થયું છે. વાર્ષિક ધોરણે વૃદ્ધિ 33.5 ટકા થઈ છે. કોન્સ્ટન્ટ કરન્સી ટર્મમાં સીકવન્સીઅલ વૃદ્ધિ 13.5 ટકાની થઈ છે. ગાઇડન્સ રેન્જના ઉપલા છે કે અૉપરેટિંગ  માર્જિન 23.7 ટકા થયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer