મહારાષ્ટ્રમાં મગ, અડદની ખરીદી વેગવાન બની

પૂણે, તા. 6 નવે.
મહારાષ્ટ્રમાં લઘુતમ ટેકાના ભાવે મગ અને અડદની ખરીદી ધીમે ધીમે જોર પકડતી જાય છે. સરકાર દ્વારા નિયુક્ત પ્રોક્યોરમેન્ટ એજન્સીઝે 1,164 ખેડૂતો પાસેથી 6,581.847 ક્વિન્ટલ મગ તેમ જ 744 ખેડૂતો પાસેથી 4,651.88 ક્વિન્ટલ અડદ ખરીદ્યા હોવાનું કૃષિ વિભાગે જણાવ્યું છે. વીતેલા સપ્તાહને અંતે લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે 43,075 અડદના ખેડૂતો તેમ જ 30,120 મગ અને 59,427 સોયાબીનના ખેડૂતોએ અૉનલાઈન રજિસ્ટ્રેશન મેળવ્યું હતું. પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ હોવા છતાં હજુ પ્રોક્યોરમેન્ટ સેન્ટર પાસે કોઈ આંકડા મગાવ્યા નથી. પ્રતિ ક્વિન્ટલ મગનો લઘુતમ ટેકાનો ભાવ રૂા. 6,975, અડદનો રૂા. 5,575 તેમ જ સોયાબીનનો રૂા. 3,390 છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer