આઈસીઈએક્સ પર ડાયમંડ, સ્ટીલ-લોંગમાં નવા કૉન્ટ્રેક્ટસ આજથી ઉપલબ્ધ

મુંબઈ, તા. 6 નવે. 
 આઇસીઈએક્સ પર શુક્રવારે મોડી રાત્રે પૂર્ણ થયેલા સત્રમાં ડાયમંડ અને સ્ટીલ લોંગ સહિતની કૃષિ અને અન્ય કોમોડિટીઝના કોન્ટ્રેક્ટસમાં રૂા. 193.41 કરોડનું કુલ એકત્રિત ટર્નઓવર નોંધાયું હતું. દરમિયાન,એક્સ્ચેન્જે દિવાળીના (લક્ષ્મી પૂજનના દિવસે) તહેવાર નિમિત્તે બુધવાર 7 નવેમ્બર, 2018ના રોજ મુહૂર્તના સોદાના સત્રના આયોજનની જાહેરાત એક પરિપત્ર મારફત કરી હતી. આ પ્રસંગે પ્રીઅૉપન સેશન સાંજે 5.15થી 5.30 વાગ્યા સુધીનું, નિયમિત ટ્રાડિંગ સેશન સાંજે 5.30થી 6.30 વાગ્યા સુધીનું અને ક્લાયન્ટ કોડ મોડિફિકેશન સેશન સાંજે  6.30થી 6.45 વાગ્યા સુધીનું રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer