ગુજરાતના 2600 ઔદ્યોગિક એકમોએ કામદારોને રૂા. 770 કરોડનું બોનસ ચૂકવ્યું

ગુજરાતના 2600 ઔદ્યોગિક એકમોએ કામદારોને રૂા. 770 કરોડનું બોનસ ચૂકવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 6 નવે.
દિવાળીના દિવસોમાં બોનસનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસોમાં જો યોગ્ય બોનસ મળે તો તો દિવાળી સુધરી જાય. પગારદાર કર્મચારીઓને તો પગાર કરતાં દિવાળીએ બોનસની રકમમાં વધારે રસ હોય છે. ગુજરાતના અલગ અલગ  2600 ઔદ્યોગિક એકમોએ કુલ 6,42,629 કામદારોને 770 કરોડનું બોનસ ચૂકવી દીધાંનું પ્રકાશમાં આવ્યું છે. બોનસની અસર વિવિધ બજારોમાં છેલ્લા બે દિવસથી જોવા પણ મળી રહી છે.
રાજ્યના શ્રમ આયુકતના જણાવ્યા મુજબ દર વર્ષે શ્રમ આયુક્ત એ પ્રયાસ કરતું હોય છે કે શ્રમજીવીઓને સમયસર બોનસ મળી જાય જેથી તેમને દિવાળીમાં કોઈ ખર્ચ કરવો હોય તો આરામથી કરી શકે. ઔદ્યોગિક એકમોએ સમયસર બોનસ ચૂકવી દીધું છે.
ગત વર્ષે 4,27,241 લાખ કર્મચારીઓને 582 કરોડનું બોનસ મળ્યું હતું. જયારે બોનસ ચૂકવવામાં આવે છે ત્યારે માર્કેટમાં ઘરાકી નીકળતી હોય છે. બોનસથી અર્થતંત્રને વેગ મળે છે અને નાનો શ્રમજીવી પણ પોતાના પરિવાર માટે કપડાંલતાની ખરીદી કરીને તહેવાર મનાવતો હોય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer