સપ્ટે.ત્રિમાસિકનાં પરિણામો આવી ગયાં બાદ

સપ્ટે.ત્રિમાસિકનાં પરિણામો આવી ગયાં બાદ
પીએસયુ બૅન્કોમાં સરકાર વધુ મૂડીરોકાણનો નિર્ણય લેશે
 
નવી દિલ્હી, તા.6 નવે.
સરકાર જાહેર ક્ષેત્રોની બૅન્કો (પીએસબી)માં વધુ રોકાણનો નિર્ણય સપ્ટેમ્બર ત્રિમાસિકનાં નાણાકીય પરિણામોની સમીક્ષા પછી કરશે.
સૂત્રોએ કહ્યું કે, આ બીજા તબક્કામાં એવી બૅન્કોને મૂડી મળશે જેનો ઉપયોગ તેઓ ધિરાણ વૃદ્ધિ માટે કરે. નાના અને મધ્યમ એન્ટરપ્રાઈસિસ (એમએસએમઈ)ને ધિરાણ કરવા માટે કરી શકશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા સપ્તાહે આ ક્ષેત્રને ધિરાણ સુવિધા વધુ આપવાના કેટલાક મોટા નિર્ણયો 
લીધા હતા, આ નિર્ણયોમાં એમએસએમઈને એક કલાકની અંદર રૂા. 1 કરોડની લોન આપવાનો પણ સમાવેશ છે. 
પીએસયુ બૅન્કોના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો આવી ગયાં બાદ નાણાં મંત્રાલય તેમને વધુ મૂડી પૂરી પાડવા સંબંધે વાતચીત ચાલુ કરશે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ બૅન્કોએ જરૂરિયાતની આકારણી કર્યા બાદ નવેમ્બરના અંત અથવા ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં રૂા. 54,000 કરોડનો મૂડી ઉમેરો કરવાની વિચારણા કરશે. 
મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં પાંચ પીએસયુ બૅન્કોમાં રૂા. 11,336 કરોડનો મૂડી ઉમેરો હતો. પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી)ને સૌથી વધુ રૂા. 2,816 કરોડ, અલાહાબાદ બૅન્કને રૂા. 1790 કરોડ, આંધ્ર બૅન્કને રૂા. 2019 કરોડ, ઈન્ડિયન ઓવરસીઝ બૅન્કને રૂા. 2157 કરોડ, જ્યારે કોર્પોરેશન બૅન્કને રૂા. 2555 કરોડની મૂડી મળી હતી. 
પીએસયુને કુલ  2.11 લાખ કરોડની મૂડીની જરૂર છે. આમાંથી બાકીના રૂા. 65,000 કરોડ આગામી નાણાકીય વર્ષમાં કરવામાં આવશે. યોજના મુજબ પીએસબી પુન:મૂડીકરણ બોન્ડ્સ મારફતે રૂા. 1.35 લાખ કરોડ મેળવશે અને બાકીના રૂા. 58,000 કરોડની મૂડી બજારમાંથી એકત્ર કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer