કાશ્મીરમાં બરફવર્ષાથી સફરજનના પાકને નુકસાન

કાશ્મીરમાં બરફવર્ષાથી સફરજનના પાકને નુકસાન
શ્રીનગર, તા. 6 નવે.
કાશ્મીરમાં સમય કરતાં વહેલી બરફવર્ષાને કારણે સફરજનના પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યના બાગાયત વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યા મુજબ ભારે બરફવર્ષાને કારણે કેટલાંક વિસ્તારોમાં સફરજનનાં વૃક્ષ મૂળિયાં સાથે ઊખડી ગયાં છે. કુલગાગ, પુલવામા, શોપિયાં, બાંદીપોરા અને બારામૂલા જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં સફરજનના બગીચાને ઘણું નુકસાન થયું છે. આ બાબતે વધુ જાણકારી સર્વેક્ષણ પછી જ ખબર પડશે, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ભારે બરફવર્ષાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
બગીચાના માલિકોએ સરકાર સમક્ષ નુકસાન અને વળતરના અનુમાન માટે સમિતિની રચના કરવાની માગણી કરી છે. ભારે બરફવર્ષાને કારણે ડોડા જિલ્લા અને ચિનાબ ખીણ વિસ્તારની નજીકના જિલ્લાઓમાં પણ ખેડૂત તેમ જ ફળોના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયાનું આશંકા છે. મોસમ વૈજ્ઞાનિક રમેશ શર્માએ જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં પહેલીવાર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આટલી ભારે બરફવર્ષા જોવા મળી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer