આરબીઆઈની 19 નવે.ની બોર્ડ મિટિંગમાં જ ફેંસલો

આરબીઆઈની 19 નવે.ની બોર્ડ મિટિંગમાં જ ફેંસલો
ઊર્જિત પટેલ નહીં ઝૂકે તો ગવર્નરપદ છોડવું પડશે
 
એજન્સીસ
નવી દિલ્હી/ મુંબઈ, તા. 6 નવે.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા ધિરાણ અંકુશો હળવા બનાવે અને વધારાની અનામત સરકારને સુપરત કરે, એમ કેન્દ્ર સરકાર ઇચ્છે છે, પછી ભલે રિઝર્વ બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલના રાજીનામાનું જોખમ વહોરવું પડે.
રિઝર્વ બૅન્કની સ્વાયત્તતાને પોતે માન આપે છે, એમ સરકારે કહ્યા બાદ ઉપરોક્ત બાબત ગયા સપ્તાહ સુધી સાચી લાગતી હતી પણ હવે તા. 19 નવેમ્બરે રિઝર્વ બૅન્કના ડાયરેકટર બોર્ડની મળનાર મિટિંગ પૂર્વે સરકારે પોતાનું વલણ બદલી કડક બનાવ્યું છે.
આરબીઆઈના ડાયરેક્ટરોનું ગ્રુપ જે સરકારની સ્થિતિને ટેકો આપે છે તે ગવર્નર ઊર્જિત પટેલ પર દબાણ વધારી રહ્યું છે.
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આરબીઆઈ ગવર્નરે અર્થતંત્રની અગ્રતાક્રમ સ્વીકારવી જોઈએ અને તેની બોર્ડ સભ્યો જોડે ચર્ચા કરવી જોઈએ. જો અમે એકપક્ષી નિર્ણય લેશું તો તેમને (ઊર્જિત પટેલ)ને સેવામાંથી રાજીનામું આપવાનો વિકલ્પ બહેતર બની રહેશે.
રોકાણકારો અને વેપારીઓ ચેતવણી આપતાં જણાવે છે કે જો ઊર્જિત પટેલ રાજીનામું આપશે તો બજારોમાં અનિશ્ચિતતા વધશે અને ભારતના નબળા પડેલા નાણાકીય બજારને વધુ ફટકો પડશે. કેન્દ્ર સરકારે આરબીઆઈને તેના કુલ રિઝર્વ ભંડોળમાંથી 3.6 લાખ કરોડ સરકારની તિજોરીમાં જમા કરવાની માગણી કરી છે જેનો વિરોધ આરબીઆઈએ કર્યો છે. સેન્ટ્રલ બૅન્કનું કુલ રિઝર્વ રૂા. 9.59 લાખ કરોડ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer