રાજ્યના વધુ 25 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની વિચારણા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.13 : ગુજરાતમાં દુષ્કાળના ઓછાયા વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા  હેઠળ આવતી કાલે બુધવારે મળનારી કૅબિનેટની બેઠક પહેલીં અછતગ્રસ્ત તાલુકાની સમીક્ષા સંદર્ભની એક બેઠક યોજાવાની છે. અત્યાર સુધીમાં રાજ્યના 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાંઆવ્યા છે જેમાં 200 મિલીમીટર વરસાદ પડયો હોય એવા તાલુકાને પણ એની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો સહિત સામાજિક સંસ્થાઓઁ દ્વારા હજી વધુ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની ઊઠેલી માગણીને ધ્યાનમાં લઈને આવતી કાલની બેઠકમાં હવે પછી 300 મિલીમીટર વરસાદ પડયો હોય એવા વધુ 25 જેટલા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને અછતગ્રસ્ત જાહેર કરાય એવી શક્યતા વર્તાઈ રહી છે. 
મહેસૂલ વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આવા અછતગ્રસ્ત તાલુકા જાહેર કરવા માટે માત્ર વરસાદ એકલાને જ માપદંડ તરીકે ન રાખતાં આ વિસ્તારમાં ંસિચાઈ માટે પાણીની વ્યવસ્થા અને અન્ય પાસાંઓ અંગે ચર્ચાવિચારણા કર્યા બાદ વધુ 25 જેટલા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. સરકાર દ્વારા અગાઉ 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરીને ઘાસચારા સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં સરકાર દ્વારા રાહતના દરે ઘાસચારો પુરો પાડવામાં આવી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer