વિદેશમાં ભાવ ઘટતા ખાંડની નિકાસ અટકી

મુંબઈ, તા. 13 નવે.
છેલ્લાં બે સપ્તાહથી વધુ સમયમાં ખાંડના ભાવમાં તીવ્ર ઘટાડાની અસરે ભારતથી ખાંડની નિકાસ લગભગ થંભી ગઈ હોવાનું જણાય છે.
શિકાગો મર્કન્ટાઈલ એકસ્ચેન્જ (સીએસઈ) પર કાચી ખાંડના ભાવ એક મહિનાની ડિલિવરી માટે 4 ટકા ઘટી રતલદીઠ 12.8 સેન્ટ્સ બોલાયા હતા. જે રૂપિયાની દૃષ્ટિએ ટનદીઠ રૂા. 1000નો ઘટાડો દર્શાવે છે.
આમ ખાંડની નિકાસ ફાયદાકારક નહીં રહેતા ભારતમાં રિફાઈન્ડ ખાંડ (એમ-ગ્રેડ)ના ગઈકાલે 2.5 ટકા ઘટી વાશીની જથાબંધ બજારમાં ટનના રૂા. 33,100 બોલાયા હતા.
અૉક્ટોબરના ત્રીજા સપ્તાહ સુધીમાં 8,50,000 ટનના નિકાસ કોન્ટ્રેકટ્સ થવા બાદ કોઈ નવા સોદા થયાની જાણકારી નથી. વાસ્તવમાં નવા નિકાસ કામકાજ માટે ખાંડના વૈશ્વિક ભાવમાં સુધારાની રાહ નિકાસકારો જોઈ રહ્યા છે. સબસિડી સાથે પણ રતલ દીઠ 13.25થી ઓછા ભાવ પોષણકારક ગણાતા નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer