નિકાસ દસ્તાવેજોનું કસ્ટમ્સ દ્વારા પેપરલેસ પ્રોસેસિંગ થશે

પીટીઆઈ       નવી દિલ્હી, તા.13 નવે.
ડિજિટલ સહી કરેલા તમામ પ્રકારના નિકાસ દસ્તાવેજોને ઈન્ડિયન કસ્ટમ્સ ઈડીઆઈ સિસ્ટમ (આઈસીઈએસ)ની વેબસાઈટ ઉપર અપલોડ કરવાનો આદેશ સરકારે આપ્યો છે. `ઈઝ અૉફ ડુઈંગ બિઝનેસ' અને પેપરલેસ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ નિર્ણય નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગે લીધો છે. 
આઈસીઈએસનું સંચાલન 134 મુખ્ય કસ્ટમ્સ સ્થળોથી થાય છે. તે દેશના વિદેશ વેપારના આયાત-નિકાસના કુલ 98 ટકા જેટલું કન્સાઈમેન્ટના સંચાલન કરે છે. કસ્ટમ્સ વિભાગે પ્રાયોગિક ધોરણે નવી દિલ્હીના ઍર કાર્ગો કોમ્પ્લેક્સ અને ચેન્નઈ કસ્ટમ્સ હાઉસમાં પેપરલેસ પ્રોસેસિંગ શરૂ કર્યું હતું. 
શિપિંગ બિલ (ઈલેકટ્રોનિક ઈન્ટિગ્રેટેડ ડિક્લેરેશન) રેગ્યુલેશન, 2011 અંતર્ગત સત્તાવાર વ્યક્તિ ડિજિટલ સહીં થયેલા દસ્તાવેજો સુપરત કરી શકે છે, તેમ જ ફિઝિકલ કોપી પણ સુપરત કરી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer