બેંગલુરુ, તા. 13 નવે.
ફ્લિપકાર્ટ ગ્રુપના સહસ્થાપક બિન્ની બંસલે ગ્રુપના સીઈઓ તરીકે તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે.
બિન્ની સામેના ગંભીર ગેરવર્તણૂકના આક્ષેપોની સ્વતંત્ર તપાસને પગલે તેમણે રાજીનામું આપ્યું હતું, એમ ફ્લિપકાર્ટ અને વૉલમાર્ટનું સંયુક્ત નિવેદન જણાવે છે.
બિન્નીએ પોતાની સામેના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. કંપનીએ એના નિવેદનમાં કહ્યું હતું કે તપાસમાં તેમની સામેની ફરિયાદને સાબિત કરે એવું કંઈ મળ્યું નહોતું, પરંતુ તેમના વર્તનમાં અન્ય કેટલીક ક્ષતિઓ જણાઈ હોવાથી તેમનું રાજીનામું સ્વીકારી લેવાયું છે.
ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલે ગેરવર્તણૂકના આરોપસર રાજીનામું આપ્યું
