અમદાવાદની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી

અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીનગર,  તા. 11 ડિસે.
શહેરના આયોજનબદ્ધ વિકાસ માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરની ચાર ડ્રાફ્ટ સ્કીમ, એક પ્રીલિમનરી સ્કીમ તેમ જ એક ફાઈનલ સ્કીમ સાથે કુલ છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ ટીપી સ્કીમમાં ઔડાની ડ્રાફ્ટ ટીપી 62-ખોરજ, 455-વિંઝોલ, 409-અ ખોરજ ત્રાગડ, 9-બોરિસણા સઇજ તેમ જ પ્રીલિમિનરી ટીપી સ્કીમ 4-એ સાણંદ અને ટીપી સ્કીમ 216 શીલજનો સમાવેશ થાય છે.
આ મંજૂરીને પગલે 250.9 હેક્ટર જમીન ઉપર શહેરનો સુઆયોજિત વિકાસ થઈ શકશે. રાજ્ય સરકારે ચાર ડ્રાફ્ટ સ્કીમમાં આશરે રૂા. 350 કરોડનાં કામો કરવાનો નિર્ણય લીધો છે. ટીપી સ્કીમમાં 12 મીટર કે તેથી વધુ પહોળાઈ ધરાવતા રસ્તાઓ સાતે કુલ 26 કિલોમીટર લંબાઈ ધરાવતાં માર્ગો ઉપલબ્ધ બનશે. આ મંજૂરીને પગલે અમદાવાદને અડીને આવેલા સાણંદમાં પણ શહેરી આયોજન ઝડપી બનશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer