ગુજરાતમાં સ્માર્ટ સિટી માટે સ્ટે. સ્ટીલનો વપરાશ વધવાની પ્રબળ સંભાવના

સ્માર્ટ સિટી, મેટ્રો રેલ જેવા પ્રોજેક્ટમાં સ્ટે. સ્ટીલ વપરાશે
 
અમદાવાદ, તા. 11 ડિસે.
ગુજરાતમાં સ્ટેનલેસ સ્ટીલનો વપરાશ મોટા પાયે વધવાની શક્યતા છે. રાજ્યમાં સ્માર્ટ સિટી, મૅટ્રો રેલ, કૉસ્ટલ ઇકોનૉમિક ઝોન જેવા ભાવિ પ્રોજેક્ટોમાં સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટની માગમાં ધરખમ વધારો થશે. 
ઇન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ ઍસોસિયેશન (ઇસદા)ના પ્રમુખ કે કે પાહુજાએ જણાવ્યું છે કે `દેશમાં ગુજરાત રાજ્ય દ્વારા સ્ટેનલેસ સ્ટીલની વિશેષતાને સમજીને તેનો ઉપયોગ વધારવા અનેક કદમ ઉઠાવાયાં છે. 
સ્ટેનલેસ સ્ટીલની વપરાશ મેઇન્ટેનન્સ મુક્ત, વજનમાં ઓછી અને લાંબો સમય ટકાઉ હોવાથી તે વધુ ઉપયોગી છે.'
તેમણે જણાવ્યું કે `દેશમાં અદ્યતન માળખાકીય પ્રોજેક્ટોમાં અમે સ્ટેનલેસ સ્ટીલનો વપરાશ વધારવા પ્રતિબદ્ધ છીએ.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer