સ્ટેચ્યુ અૉફ યુનિટી નજીક વિવિધ રાજ્યોનાં ગેસ્ટહાઉસ બાંધવાનો અનુરોધ

પીટીઆઈ
કોલકતા,  તા. 11 ડિસે.
ગુજરાત સરકારે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ અૉફ યુનિટીની નજીક ગેસ્ટ હાઉસીઝ સ્થાપવા માટે અપીલ કરી છે. રાજ્યના શિક્ષણ, કાયદા, ન્યાય અને નાગરિક ઉડ્ડયન પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ માહિતી આપતાં ઉમેર્યું હતું કે અમે પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને ગુજરાતના પ્રવાસનને વેગ આપવાના પ્રયાસરૂપે સ્ટેચ્યુ નજીક ગેસ્ટ હાઉસીઝ સ્થાપવા વિનંતી કરી છે.
ચુડાસમાએ ઉમેર્યું કે રોજ 15,000 લોકો સ્ટેચ્યુની મુલાકાતે આવે છે. જો સ્ટેચ્યુ નજીક રાજ્યોને પોતાનું ગેસ્ટ હાઉસ હશે તો મુલાકાતીઓને વધુ સવલત મળશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ટેક્સ્ટાઈલ્સ અને સિરામિક્સ બાદ પ્રવાસન ઉદ્યોગ રાજ્યમાં વિકાસની વ્યાપક તકો રહેલી છે. જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ બાબતે વિસ્તૃત માહિતી આપતાં ચુડાસમાએ ઉમેર્યું કે દહેજના પેટ્રોલિયમ, કેમિકલ્સ અઁ પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રિજન (પીસીપીઆઈઆર)માં કેમિકલ્સ અને પેટ્રોકેમિલ્સ જેવાં ક્ષેત્રોમાં પણ વિકાસની તક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer