અૉનલાઇન ટ્રાવેલ કંપનીઓને સરકાર દર પાંચ વર્ષ માટે માન્યતા આપશે

આ મહિનાના અંત સુધીમાં પ્રવાસન મંત્રાલય સમક્ષ ફરજિયાત નોંધણી
 
પીટીઆઈ,
નવી દિલ્હી, તા. 11 ડિસે.
કેન્દ્રના પ્રવાસન મંત્રાલયે નક્કી કરેલી નવી માર્ગદર્શિકા પ્રમાણે દેશના અૉનલાઇન ટ્રાવેલ એગ્રેગેટર્સને ફરજિયાત નોંધણી કરાવવી- માન્યતા લેવી પડશે. સરકાર તે પછી તેમના દેખાવના આધારે તેનું વિવિધ શ્રેણીમાં વર્ગીકરણ કરશે.
એફબીઍન્ડબી, મેકમાયટ્રીપ, યાત્રા અને ઓશો જેવી અૉનલાઇન ટ્રાવેલ બુકિંગ પોર્ટલ કંપનીઓને ડિસેમ્બર, 18 અંત સુધી આ નોંધણી કરાવવી પડશે એમ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. કંપનીની સેવાઓની વ્યાપક સમીક્ષા કરીને તેમને પાંચ વર્ષ માટે સરકાર માન્યતા આપશે.
આ નોંધણી યોજના પ્રમાણે મંત્રાલય પોર્ટલ સંગઠન દ્વારા અપાતી સેવા, અસરકારકતા અને સમયબદ્ધતા પ્રમાણે તેમની દર પાંચ વર્ષે પુન: સમીક્ષા કરશે. મંત્રાલય દ્વારા ફેડરેશન અૉફ હોટલ રેસ્ટોરન્ટ ઍસોસિયેશન અને અૉપરેટર્સ સહિતના પ્રતિનિધિઓ કમિટીની પ્રત્યેક કંપનીની સેવાની સમીક્ષા કર્યા પછી તેમને પાંચ વર્ષ માટેની માન્યતા આપશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer