દૂધ ઉત્પાદકોને સબસિડીની રકમ અટકાવવાની ડેરી ઉદ્યોગની ચેતવણી

રાજ્ય સરકારને રૂા. 100 કરોડનું પેમેન્ટ કરવા તાકીદ
 
મુંબઈ/પુણે, તા. 11 ડિસે.
મહારાષ્ટ્રની દૂધની ડેરીઓને સરકારે રૂા. પાંચ (લિટર દીઠ) સબસિડી ચૂકવવામાં વિલંબ કર્યો છે. જેથી ડેરી સંગઠને પશુપાલકોને ઓછી વધારાની સબસિડી હાલ પૂરતી રોકી દેવા ચીમકી ઉચ્ચારી છે.
મિલ્ડ પ્રોડયુસર ઍન્ડ પ્રોસેસર્સ ઍસોસિયેશનના સચિવ પ્રકાશ કુતવાલે જણાવ્યું છે કે `સરકાર પાસે અમારી રૂા. પાંચ લિટર દીઠ સબસિડીની કુલ રકમ બાકી રૂા. 100 કરોડે પહોંચી છે. 10 સપ્ટેમ્બરથી અૉક્ટોબર અંત સુધીની રકમ હજુ ચૂકવાઈ નથી.' તેમણે કહ્યું કે `અગાઉ દૂધના લિટર દીઠ રૂા. 17થી 18ને બદલે સરકારે ખેડૂતોને લિટર દીઠ રૂા. 25 ભાવ આપવાનું અૉગસ્ટમાં નક્કી કર્યું હતું.'
અગાઉ ડેરી ઉદ્યોગે `સરકારના દૂધનાં પ્લાસ્ટિક પાઉચ બંધ કરવાના નિર્ણય બાબતે પણ વિરોધ નોંધાવ્યો છે. ડેરી સંચાલકોએ જણાવ્યું છે કે `કાચની બોટલમાં દૂધ પૂરું પાડવાથી ખર્ચમાં રૂા. 10થી 15 સુધીનો ધરખમ વધારો થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer