ખેડૂતવિરોધી નીતિ થકી હિંદીભાષી રાજ્યોમાં ભાજપની હાર : રાષ્ટ્રીય કિસાન મંચ

મુંબઈ, તા. 11 ડિસે.
ભાજપની ખેડૂતવિરોધી નીતિ અને કૃષિવિષયક સમસ્યાઓ થકી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન જેવાં હિન્દીભાષી રાજ્યોમાં ભાજપને પછડાટ ખાવી પડી છે.
રાષ્ટ્રીય કિસાન મંચના પ્રમુખ શેખર દીક્ષિતે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના મંદસોરમાં થયેલા ગોળીબારમાં 5 દેખાવો કરનાર ખેડૂતો માર્યા ગયા હતા. આ ટર્નિંગ પૉઈન્ટ હતો અને શિવરાજસિંઘ ચવ્હાણ સરકાર માટે રાજકીય પીછેહઠ સમાન બનાવ હતો.
આ બનાવો એ રીતે સૂચક હતા કે ભાજપ ખેડૂતોનાં હિતમાં કામ કરતી નથી. ખેડૂતોની વ્યથા અને વેદના અંગે ભાજપ નેતાઓનું બેવડું વલણ જોવા મળતું હતું. આથી જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો નબળો દેખાવ રહ્યો હતો.
દીક્ષિતે જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખેડૂતોના અસંતોષના કારણે વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભાજપના સંયોગો કથળ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer