રૂા. બે અબજનું ફુલેકું ફેરવનારો અમદાવાદનો મુકેશ મોદી દિલ્હીમાં પકડાયો

રૂા. બે અબજનું ફુલેકું ફેરવનારો અમદાવાદનો મુકેશ મોદી દિલ્હીમાં પકડાયો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 ડિસે.
સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન અૉફિસ (એસએફઆઈઓ)એ લોકોના બે અબજ રૂપિયા ચાંઉં કરી જનાર અમદાવાદની આદર્શ ક્રેડિટ કો-અૉપરેટિવ સોસાયટીના સ્થાપક મુકેશ મોદીની દિલ્હીમાંથી ધરપકડ કરી છે.  સોસાયટીના મૅનેજિંગ ડિરેક્ટર અને મુકેશ મોદીના ભત્રીજા રાહુલ મોદી તેમ જ સોસાયટીના સીઈઓ વિવેક હરિ વ્યાસીની પણ ધરપકડ કરાઈ છે. સાથે સાથે સોસાયટીની કેટલીક શાખાઓ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડયા છે.
મુકેશ અને તેના પરિવારના સભ્યોએ પોન્ઝી સ્કીમ હેઠળ 20 લાખ કરતાં વધુ ડિપૉઝિટર્સને છેતર્યાં હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આદર્શ ક્રેડિટ કો-અૉપરેટિવ સોસાયટીએ વર્ષ 1999માં કામકાજ શરૂ કર્યું હતું અને થોડા મહિનાઓ અગાઉ સેન્ટ્રલ રજિસ્ટ્રારે એસએફઆઈઓ તેમ જ આવકવેરા વિભાગના અહેવાલો મળવાને પગલે સોસાયટીને નોટિસ ફટકારી હતી.
આદર્શના સભ્યો પાસેથી એકઠાં કરાયેલાં નાણાં મુકેશ મોદીના પરિવારના કેટલાક સભ્યોએ પોતાના લાભ માટે વાપર્યાં હતાં. મુકેશ મોદી પરિવાર દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીની રકમ રૂા. 8.4 અબજ જેટલી મોટી હોવાનું કહેવાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer