બીપીઓ ઉદ્યોગને જીએસટીમાં રાહત મળવાની સંભાવના

બીપીઓ ઉદ્યોગને જીએસટીમાં રાહત મળવાની સંભાવના
નવી દિલ્હી, તા.11 ડિસે.
અૉથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (એએઆર)એ વિદેશી ગ્રાહકોને બીપીઓ દ્વારા આપવામાં આવતી સર્વિસને `િનકાસ' તરીકે ગણાવી તેની ઉપર 18 ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) ભરવાનો આદેશ આપ્યો હતો. જોકે, આ બાબતે ટૂંક સમયમાં બીપીઓ ઉદ્યોગને રાહત મળે એવી સંભાવના છે. આ મુદ્દાને સ્પષ્ટ કરવામાં આવશે, એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે. 
અધિકારીઓ એ વાતની સમીક્ષા કરી રહ્યા છે કે જીએસટી કાઉન્સિલ અંતર્ગતની લો કમિટી આ મુદ્દાને ધ્યાનમાં લેશે કે નહીં, એમ પણ આ અધિકારીએ ઉમેર્યું હતું. 
એક મહિના પહેલા મહારાષ્ટ્ર એએઆરએ વિસર્વ ગ્લોબલ પ્રા.લિ.ની અરજી બાબતે ચુકાદો આપી સર્વિસીસને સેવા નિકાસ તરીકે નહીં પરંતુ બ્રોકરેજ સર્વિસ તરીકે ગણાવતાં તેની ઉપર 18 ટકા જીએસટી લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. પરિણામે, 167 અબજ ડૉલરનું ટર્નઓવર ધરાવતા આઈટી સર્વિસીસ અને બીપીઓ ક્ષેત્ર ચિંતામાં મૂકાયુ હતું. અૉથોરિટીએ ચુકાદામાં કહ્યું હતું કે, અરજદાર `સર્વિસીસની નિકાસ'માં ગણાય નહીં અને વિદેશી કંપનીઓ અને ગ્રાહકોને ગુડ્સ અથવા સર્વિસીસની સપ્લાય કરે તો તે સર્વિસીસના બ્રોકરેજ ગણાય. 
દેશમાં નિકાસ ઉપર ટૅક્સ નહોતો તેથી જૂની કર પ્રણાલીમાં બેક-અૉફિસ સર્વિસીસ આ વાતનો લાભ લેતી હતી. એએઆરના આ ચુકાદાથી ભારતની બેક-અૉફિસ સર્વિસીસ કંપનીઓની સાથે મલ્ટિનેશનલ કંપનીઓના એકમોને પણ ફટકો લાગ્યો હતો. ભારતમાં 500થી પણ ગ્લોબલ ઈન-હાઉસ ડિલિવરી સેન્ટર્સ છે, જેમાં 3.5 લાખથી પણ વધુ કર્મચારીઓ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer