શક્તિકાંત દાસ રિઝર્વ બૅન્કના નવા ગવર્નર

શક્તિકાંત દાસ રિઝર્વ બૅન્કના નવા ગવર્નર
એજન્સીસ
મુંબઈ, તા. 11 ડિસે.
ભૂતપૂર્વ નાણાસચિવ અને 15મા ફાઈનાન્સ કમિશનના સભ્ય શક્તિકાંત દાસની સરકારે રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નવા ગવર્નર તરીકે નિમણૂક કરી છે.
61 વર્ષીય દાસે તાજેતરમાં બ્રુનોસ ઍર્સમાં યોજાયેલી બે દિવસની વાર્ષિક જી-20 મિટિંગમાં ભારતના શેરપા તરીકેની જવાબદારી નિભાવી હતી.
અગાઉ સેન્ટ્રલ બૅન્કના બોર્ડમાં તેમણે સેવા આપી હતી. તેઓ નોટબંધીતરફી વલણના કારણે અગાઉ ટીકાનો ભોગ બન્યા હતા. તેઓ સૌથી વધુ વાચાળ અધિકારી છે. ગત વર્ષે તેમણે વૈશ્વિક રેટિંગ એજન્સીઓની કાર્યપદ્ધતિની આકરી ટીકા કરી હતી અને સોવરીન રેટિંગ અપગ્રેડ કરવાની માગણી કરી હતી.
મોદી સરકારના અને તેની આગલી કૉંગ્રેસ સરકારના બજેટ ડિવિઝનમાં તેમણે વ્યાપક કામગીરી બજાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer