કોલસાની આયાતમાં 10 ટકાનો વધારો

નવી દિલ્હી, તા. 14 ડિસે.
કોલસાની આયાત આ વર્ષના એપ્રિલથી નવેમ્બર દરમિયાન 9.7 ટકા વધીને 15.61 કરોડ ટન પર પહોંચી હતી. તાતા સ્ટીલ અને સેઈલના સંયુક્ત સાહસ એમજંક્શન સર્વિસીસ લિ.ના કહેવા મુજબ ગયા વર્ષના આ જ સમયગાળામાં કોલસાની આયાત 14.23 કરોડ ટન હતી. નવેમ્બર દરમિયાન આયાત વાર્ષિક ધોરણે 10.1 ટકા વધીને 1.95 કરોડ ટન થઈ હતી.
નવેમ્બરમાં નોન-કોકિંગ કોલસાની આયાત ગયા વર્ષના 1.52 કરોડ ટનથી ઘટીને 1.42 કરોડ ટન થઈ હતી. `નવેમ્બર મહિનામાં થર્મલ કોલસાના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોએ `થોભો અને રાહ જુઓ'નું વલણ અપનાવ્યું હતું. જોકે મેટ કોકના ભાવ સ્થિર હતા અને તેની અસર ખરીદીની તરાહમાં પણ જોઈ શકાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer