મરીની આયાત પર અંકુશ મૂકવાની માગણી

મેંગલુરુ, તા. 14 ડિસે.
કેનેરા ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીએ મરીની આયાત માટે થઈ રહેલો સાફટા (સાઉથ એશિયા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ)નો દુરુપયોગ અટકાવવાની માગણી કરી હતી.
ચેમ્બરના પ્રતિનિધિમંડળે વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુને કહ્યું હતું કે વિયેટનામના મરીની શ્રીલંકા મારફત વગર જકાતે આયાત થઈ રહી છે. શ્રીલંકાને સાફટા હેઠળ આયાતજકાતમાંથી મુક્તિ મળતી હોવાથી ત્યાંની સરકાર વિયેટનામના મરીને `સ્થાનિક પેદાશ'નું પ્રમાણપત્ર આપી રહી છે. આ જકાતમુક્તિ ભારતના ખેડૂતોને ભારે પડી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer