શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશ્મૅન્ટ ઍક્ટ હેઠળ વન ટાઈમ અૉનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

મુંબઈ, તા. 14 ડિસે.
`ઈઝ અૉફ ડુઈંગ' અંતર્ગત મહારાષ્ટ્ર સરકારે શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશ્મૅન્ટ કાયદામાં મોટી રાહત આપતા એક વર્ષ પહેલા સંપૂર્ણ ફી નાબૂદ કરી હતી. પરંતુ જૂની કંપનીઓ જે પહેલાથી જ શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશ્મૅન્ટમાં રજિસ્ટર્ડ છે અથવા નવી કંપનીઓ જેમને વેપાર ચાલૂ કરવા છે તેમણે પણ એક વાર મહાપાલિકાની વેબસાઈટમાં જઈને અૉનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે, એમ ભારત મર્ચન્ટ ચેમ્બરના પ્રધાન રતન પોદ્દારે કહ્યું હતું. 
ભારત મર્ચન્ટ ચેમ્બરે ડિસેમ્બરમાં હૅલ્પ ડેસ્ક સેન્ટર શરૂ કરી હતી, જેમાં ચેમ્બરના દરેક સભ્યોને અૉનલાઈન રજિસ્ટ્રેશન મફતમાં કરાવી આપવામાં આવ્યા હતા. આમાં દરેક કાપડના વેપારીઓનું રજિસ્ટ્રેશન કરીને તેમને નવા શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશ્મૅન્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નિ: શુલ્ક આપવામાં આવ્યા હતા. આમ કરવા પાછળનુ કારણ એ હતું કે, વેપારીઓમાં શંકા હતી કે સરકાર દ્વારા શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશ્મૅન્ટ કાયદો નાબૂદ કરી દીધો છે. પરંતુ સરકારે આ કાયદાને સરળ બનાવતા ફક્ત ફી નાબૂદ કરી હતી પણ નવા અને જૂના બંને કાયદામાં એક વાર અૉનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ચેમ્બરે દરેક કાપડના વેપારીને આ સુવિધાનો લાભ લેવાની અપીલ કરતા કાયદાનું ઉલ્લંઘન નહી કરવાની વિનંતી કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer