નવેમ્બરમાં વેપારખાધ ઘટીને $ 16.67 અબજની થઈ

એજન્સીસ નવી દિલ્હી, તા. 14 ડિસે.
ભારતની વેપારખાધ નવેમ્બર મહિનામાં 16.67 અબજ ડૉલરની થઈ હોવાનું નાણામંત્રાલયે આજે જાહેર કરેલા આંકડામાં દર્શાવવામાં આવ્યું હતું. અૉક્ટોબર મહિનામાં વેપારખાધ 17.13 અબજ ડૉલરની હતી. આમ ક્રૂડ અૉઇલના ભાવ ઘટવાને કારણે નવેમ્બરમાં વેપારખાધ ઘટી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer