જીઆઇડીસીમાં ફેકટરી શરૂ કરવા મૂડીમાં ત્રણ ટકા રિબેટ અપાશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 ડિસે.
ગુજરાતના આશરે એક હજાર કરતા વધારે ઉદ્યોગોને લાભ થાય તેવી જાહેરાત થઇ છે. 
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું એનવાયરમેન્ટલ ક્લિયરન્સ મેળવનારા એકમોને હવે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (સીટીઈ) અર્થાત સ્થાપના માટેની લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. આ અંગેની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે.
વિવિધ પ્રકારની ડાઇસ્ટફ પ્રોડક્ટને તેના ગ્રુપ પ્રમાણે મંજુરીમાં સરળીકરણની નીતિ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાથી દરેક મંજુરી માટે ટેક્નિકલ કમિટીમાં જવું નહીં પડે અને 15 દિવસમાં મંજુરી મળશે. આ યોજનાથી 700 ડાઇ ઉદ્યોગને સીધો લાભ મળશે. 
આ જાહેરાતથી રૂા. ત્રણેક હજાર કરોડનું રોકાણ સમય કરતા વહેલું થશે અને બેલેન્સ કેપિટલમાં ત્રણ ટકાનું રિબેટ અપાશે.
પ્રદૂષણ વિના ઉદ્યોગોમાં ઉત્પાદન થાય એ માટે પ્રદૂષણ બોર્ડને લગતી કુલ સાત અને જીઆઇડીસીને લગતી કુલ પાંચ જાહેરાતો સરકારે કરી છે. 
એ પ્રમાણે પ્રદૂષણ બોર્ડ દ્વારા દંડરૂપે મેળવેલી રૂા.15 કરોડ રકમનો રાજ્યના પર્યાવરણની જાળવણી માટે ઉપયોગ કરવા નવી સ્કીમ અમલમાં મુકવામાં આવી છે. જેનો સીદો ફાયદો કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા નવી ટેકનૉલૉજી લાવનારને મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer