હૉલસેલ ફુગાવો નવેમ્બરમાં ઘટીને 4.64 ટકા થયો

એજન્સીસ
નવી દિલ્હી, તા. 14 ડિસે.
નવેમ્બરમાં હૉલસેલ ફુગાવો - હૉલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ડબ્લ્યૂપીઆઈ) અૉક્ટોબરના 5.28 ટકાથી ઘટીને 4.64 ટકા થયો છે. નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો માસિક ધોરણે પણ -0.64 ટકાથી ઘટીને -1.96 ટકા થયો છે. સરકારી આંકડા મુજબ, નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં 3.31 ટકાનો (નકારાત્મક ફુગાવો) ઘટાડો નોંધાયો છે, અૉક્ટોબરમાં 1.49 ટકાનો ભાવ ઘટાડો થયો હતો. 
શાકભાજીના ભાવ પણ નવેમ્બરમાં 26.98 ટકા ઘટયા હતા, જે અૉક્ટોબરમાં 18.65 ટકા ઘટયા હતા. જોકે, નવેમ્બરમાં ઈંધણ અને ઊર્જાના ભાવમાં ફુગાવો 16.28 ટકા હતો, જે અૉક્ટોબરમાં 18.44 ટકા હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાને લીધે નવેમ્બરમાં ઈંધણ અને ઊર્જાનો ફુગાવો આંશિક ઘટયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer