ઈરમા દ્વારા આવતી કાલે ડૉ. વર્ગીસ કુરિયન સ્મારક વ્યાખ્યાન

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 14 ડિસે.
ધી ઈન્સ્ટિટયૂટ અૉફ રૂરલ મૅનેજમેન્ટ આણંદ (ઈસ્મા) દ્વારા આણંદના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ત્રિભુવનદાસ પટેલ અૉડિટોરિયમ ખાતે 16મી ડિસેમ્બર, 2018ના રોજ સવારે 11 વાગ્યે સાતમું ડૉ. વર્ગીસ કુરિયન સ્મારક વ્યાખ્યાન યોજવાની છે. ડૉ. કુરિયનને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે શરૂ કરેલી વ્યાખ્યાન શ્રેણીના આ સાતમું વ્યાખ્યાન છે.
અમિતાભ કાન્ત, નીતિઆયોગના સીઈઓને આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આમંત્રવામાં આવ્યા છે. તેઓ ભાવિ પથ: ભારત માટે પરિવર્તક વિચારો પર વ્યાખ્યાન આપશે.  કાન્ત ભારતીય વહીવટી સેવાના કેરળ કેડરના અધિકારી છે. તેઓએ મેગા કેમ્પેન્સ જેવા કે મેઈક ઈન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ઈક્રેડિબલ ઇન્ડિયા અને ગોડસ અૉન કન્ટ્રી કાર્યનું ગૌરવ ધરાવે છે. શેવનિંગ સ્કોલર, કાન્ત બ્રાન્ડિંગ ઇન્ડિયા-એન ઈક્રેડિબલ સ્ટોરીના લેખક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer