અમદાવાદના ખેડૂતોને કૃષિ ઈનપુટ સહાય અપાશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 ડિસે.
આ વર્ષે અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી અછતની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના તાલુકાઓ માટે કૃષિ ઈનપુટ સહાય જાહેર કરી છે. આ સહાય હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ તલાટીઓ મારફતે અંદાજે 1.58 લાખ ફોર્મ્સનું વિતરણ કર્યું છે. 
ખેડૂતોના ફોર્મની ખરાઈ બાદ રાજ્ય સરકારના નિર્ધારિત નિયમો મુજબ કૃષિ સહાય ફાળવવામાં આવશે. 
અમદાવાદ જિલ્લામાં નરેગા હેઠળ અછતગ્રસ્ત વિસ્તારમાં રાહતનાં કાર્યો પણ શરૂ કરાયાં છે, જેમાં માંડલ, દેત્રોજ, વિરમગામ તાલુકામાં 27,000 લાભાર્થીઓને લાભ અપાઈ રહ્યો છે. આ વિસ્તારોમાં ઘાસ ડેપો ખોલવા પણ મંજૂરી અપાઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer