નાના ઉદ્યોગોની રૂા. 8000 કરોડની લોન એનપીએ થઈ!

નાના ઉદ્યોગોની રૂા. 8000 કરોડની લોન એનપીએ થઈ!
નાના ઉદ્યોગોએ ચાલુ નાણાકીય વર્ષમાં રૂા. 1.15 લાખ કરોડની લોન લીધી હતી
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ. તા. 14 ડિસે.
મોટા ભાગે આપણે સાંભળતા હોઈએ છીએ કે મોટી કંપની બૅન્કોના કરોડો રૂપિયા ડુબાડીને હાથ અધ્ધર કરી દેતી હોય છે. જોકે હવે તો નાના ઉદ્યોગો પણ આ શ્રેણીમાં આવી ગયા છે. ગુજરાતની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર સુધીમાં જ 8000 કરોડ રૂપિયાની લોન લીધા પછી નાના ઉદ્યોગો ભરપાઈ ન કરી શકતાં એનું એનપીએ (નૉન પર્ફોર્મિંગ ઍસેટ)માં રૂપાંતર થઈ ગયું છે. ટૂંકમાં બૅન્કોના કરોડો રૂપિયા ડૂબી જવાની શક્યતા છે.
ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર સુધીમાં જ ગુજરાતમાં નાના ઉદ્યોગોને આપેલી કુલ લોનમાંથી 8526 કરોડ રૂપિયા બૅન્કોના ફસાઈ ગયા છે. સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટીની બેઠકમાં આ આંકડા પ્રસિદ્ધ થયા છે. 
ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતના નાના ઉદ્યોગોને બૅન્કોએ કુલ 1,15,140 કરોડની લોન આપી હતી, એમાંથી 8526 કરોડ રૂપિયા એનપીએ થઈ ગયા છે. 
મોટા ઉદ્યોગોને ગુજરાતમાં ચાલુ વર્ષમાં કુલ અઢી લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું એમાંથી 28,000 કરોડ રૂપિયા બૅન્કોના ડૂબી ગયા છે જે ચિંતાની બાબત છે. ગુજરાતમાં સૌથી વધુ અલાહાબાદ બૅન્કનું 39.05 ટકા એનપીએ છે. એ પછી ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, યુનાઇટેડ કૉમર્શિયલ બૅન્ક, બૅન્ક અૉફ મહારાષ્ટ્રની એનપીએ છે. છેલ્લાં બે વર્ષથી સતત એનપીએ વધતું જાય છે એ ચિંતાનો વિષય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer