અશોક ગેહલોટ ફરીવાર રાજસ્થાનના મુખ્ય પ્રધાન

અશોક ગેહલોટ ફરીવાર રાજસ્થાનના મુખ્ય પ્રધાન
નવી દિલ્હી, તા. 14 ડિસે.
અશોક ગેહલોટ રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન બનશે અને સચીન પાયલોટ નાયબ મુખ્ય પ્રધાન બનશે, એવી જાહેરાત કૉંગ્રેસ પક્ષે આજે કરી હતી.
બન્ને નેતાઓ આજે કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા. કૉંગ્રેસે આજે ગેહલોટને પક્ષના `સ્તંભસમાન વરિષ્ઠ નેતા' અને સચીન પાયલોટને `યુવાન અને સમર્પિત' નેતા તરીકે વર્ણવ્યા હતા.
ગેહલોટ (67) અગાઉ બે વાર રાજસ્થાનના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. પાયલોટ (41) ચૂંટણીપ્રચાર દરમિયાન પક્ષના યુવાન ચહેરા તરીકે રજૂ કરાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer