ખાંડનું ઉત્પાદન ડિસેમ્બર ત્રિમાસિકમાં 7 ટકા વધ્યું

ચેન્નઈ, તા. 8 જાન્યુ.
ખાંડના ઉત્પાદનમાં અૉક્ટોબર-ડિસેમ્બર 2018 ત્રિમાસિક દરમિયાન 7 ટકાનો વધારો થયો હતો.
31 ડિસેમ્બરે 501 ખાંડ મિલો કાર્યરત હતી અને તેમણે 110.52 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. એક વર્ષ અગાઉ 505 મિલો કાર્યરત હતી અને તેમનું ઉત્પાદન 103.6 લાખ ટન હતું. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પિલાણ વહેલું શરૂ થવાથી ખાંડના ઉત્પાદનમાં વધારો થયો હતો. પરંતુ નબળું ચોમાસું અને સફેદ જીવાતના ઉપદ્રવથી આ વર્ષે મહારાષ્ટ્રનું ખાંડ ઉત્પાદન ગયા વર્ષે કરતાં ઘણું ઓછું રહેવાની ધારણા છે. દેશનું એકંદર ઉત્પાદન પણ વાર્ષિક ધોરણે ઘટવાની ધારણા છે.
મહત્ત્વનાં  રાજ્યોમાં 31 ડિસેમ્બરે કાર્યરત મિલોની સંખ્યા અને ત્યાં સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા નીચે મુજબ છે: ઉત્તર પ્રદેશ 117 મિલો, 31 લાખ ટન ખાંડ, મહારાષ્ટ્ર 184 મિલો, 43.98 લાખ ટન ખાંડ, કર્ણાટક 63 મિલો, 20.45 લાખ ટન ખાંડ, ગુજરાત 16 મિલો, 4.3 લાખ ટન ખાંડ, આંધ્ર પ્રદેશ 23 મિલો, 2.15 લાખ ટન ખાંડ, તામિલનાડુ 27 મિલો, 1.40 લાખ ટન ખાંડ. ખાંડનું ઉત્પાદન બિહારમાં 2.30 લાખ ટન, હરિયાણામાં 1.60 લાખ ટન, પંજાબમાં 1.20 લાખ ટન, ઉત્તરાખંડ 87000 ટન અને મધ્યપ્રદેશમાં 1.20 લાખ ટન થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer