જેમ્સ-જ્વેલરીની નિકાસ એપ્રિલ-નવેમ્બરમાં 6.77 ટકા ઘટી

જેમ્સ-જ્વેલરીની નિકાસ એપ્રિલ-નવેમ્બરમાં 6.77 ટકા ઘટી
નવી દિલ્હી, તા. 8 જાન્યુ.
આ નાણાકીય વર્ષના એપ્રિલ-નવેમ્બરના ગાળા દરમિયાન દેશની જેમ્સ-જ્વેલરીની નિકાસ 6.77 ટકા ઘટી 20.74 અબજ ડૉલરની રહી હતી. આનું કારણ મુખ્ય વિકસિત દેશોમાં ધીમી રહેલી વૃદ્ધિ મનાય છે.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના જણાવ્યા મુજબ સૂચિતગાળા દરમિયાન નિકાસ 22.24 અબજ ડૉલરની નોંધાયી હતી.
નિકાસમાં ઘટાડા માટે ચાંદીના આભૂષણો, સોનાના ચંદ્રકો અને સિક્કાની નિકાસમાં નકારાત્મક વૃદ્ધિદર કારણભૂત મનાય છે.
ડેટાના મુજબ ચાંદીના જ્વેલરીની નિકાસ સૂચિતગાળામાં 82.6 ટકા ઘટી 5030 લાખ ડૉલરની રહી હતી. આ જ પ્રમાણે સોનાના ચંદ્રકો અને સિક્કાની નિકાસ 84.7 ટકા ઘટી હતી. તો રફ હીરાની વૃદ્ધિ પણ 13.4 ટકાના નકારાત્મક દરે રહી હતી. પણ કટ અને પૉલિસ્ડ હીરાની વૃદ્ધિ 6 ટકાના દરે 16.5 અબજ ડૉલર રહી હતી.
સોનાની જ્વેલરીની નિકાસ વધીને 8 અબજ ડૉલર થઈ હતી જે ગત નાણાકીય વર્ષના એપ્રિલ-નવેમ્બરમાં 6 અબજ ડૉલર રહી હતી.
ભારતની નિકાસ જે મુખ્ય દેશોમાં રહી તેમાં યુએસ, યુરોપ, જપાન અને ચીન હતા. તો અમેરિકા પાસે દેશની જેમ્સ-જ્વેલરીની કુલ નિકાસનો એક ચતુર્થાંસ હિસ્સો રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer