જીએસટી મુક્તિમર્યાદા વધારવાના પગલાંને ટૅક્સપ્રોસીલનો આવકાર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 જાન્યુ.
જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં જીએસટી મુક્તિની થ્રેસ હોલ્ડ લિમિટ તા. 1 એપ્રિલ 2019થી રૂા. 20 લાખથી વધારી રૂા. 40 લાખ કરવાનો અને ઉત્તર પૂર્વીય રાજ્યો માટે થ્રેસહોલ્ડ લિમિટ રૂા. 10 લાખથી વધારી રૂા. 20 લાખ કરવાના નિર્ણયથી લઘુ અને મધ્યમ કદના બિઝનેસને ફાયદો થશે અને ટેક્સ્ટાઇલ્સ ક્ષેત્રના વિકાસને વેગ મળશે, એમ ધી કોટન ટેક્સ્ટાઇલ્સ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (ટૅક્સપ્રોસીલ)ના અધ્યક્ષ ડૉ. કે.વી. શ્રીનિવાસને જણાવ્યું છે.
જીએસટી કાઉન્સિલે વર્તમાન કમ્પોઝિશન સ્કીમની ટર્નઓવર થ્રેસહોલ્ડ લિમિટ રૂા. 1 કરોડથી વધારી રૂા. 1.5 કરોડની કરી છે. હવે સ્કીમ હેઠળના બિઝનેસને ત્રિમાસિક ધોરણે ટૅક્સ ચૂકવવાનો રહેશે પણ રિટર્ન વાર્ષિક ધોરણે ફાઇલ કરવાનો રહેશે.
કમ્પોઝિટ સ્કીમના વિસ્તરણથી મોટી સંખ્યાના નાના કરદાતાઓને રાહત મળશે. જે લોકો સમયસર રિટર્ન ફાઇલ કરવાની સ્થિતિમાં નહોતા તેવા નાના કરદાતાઓને ઘણી રાહત થશે, એમ ટૅક્સપ્રોસીલના અધ્યક્ષ ડૉ. કે. વી. શ્રીનિવાસને જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer