નોડલ એજન્સી રચવા રાજ્યોને આદેશ

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ તમામ રાજ્યોને કૃષિ નિકાસ નીતિના અમલીકરણ માટે એક સમર્પિત નોડલ એજન્સી રચવા જણાવ્યું છે. ગયા મહિને કેબિનેટની બેઠકમાં કૃષિ નિકાસ વર્ષ 2022 સુધીમાં બમણી એટલે કે 60 અબજ ડૉલર કરવાના ધ્યેય સાથે કૃષિ નિકાસ નીતિને મંજૂરી આપી હતી. તાજેતરમાં પ્રભુએ આ નીતિ વિશેની સૌપ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળાના ઉદ્ઘાટન સમયે જણાવ્યું કે નીતિમાં સંશોધન અને વિકાસ, ક્લસ્ટર્સ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન સહિત તમામ ક્ષેત્રોને આવરી લેવાયા છે. તેમણે તમામ રાજ્યોની સરકારોને આ નીતિના અમલ માટે સમર્પિત નોડલ એજન્સી સ્થાપવાની વિનંતી કરી હતી. કાર્યશાળા દરમિયાન એગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ્સ ડેવલપમેન્ટ અૉથોરિટી (એપેડા) અને નેશનલ કો-અૉપરેટિવ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનસીડીસી) વચ્ચે નીતિના ધ્યેયો હાંસલ કરવા માટે કરાર થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer