ભિવંડીમાં તા. 19થી 21 જાન્યુઆરી ટેક્સ્ટાઈલ્સ બાયર-સેલર મીટ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 જાન્યુ.
ટેક્સ્ટાઈલ્સ કમિશ્નર પ્રાદેશિક કાર્યાલય-નવી મુંબઈના ઉપક્રમે ટેક્સ્ટાઈલ્સની બાયર-સેલર મીટ તા. 19થી 21 જાન્યુઆરીએ ભીવંડી-ગોપાલનગરના કચ્છ કડવા પાટીદાર સમાજ હૉલમાં યોજાશે. થાણાનાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રાજેશ નાર્વેકર આ મીટનું ઉદ્ઘાટન કરશે. આમાં પાવરલૂમ કાપડની જાતે જેવી કે ગ્રે કાપડ, શરટીંગ્સ, શુટીંગ્સ, ડ્રેસ મટિરિયલ્સ, ટોવેલ્સ, હોમ ફરનીશીંગ્સ, બેડશીટ્સ અને એપરલ્સનું પ્રદર્શન પણ યોજાશે.
ભીવંડી કલસ્ટરમાં 100 દિવસીય એમએમએસઈ કેમ્પેઈન સપોર્ટ અને આઉટરીચ પ્રોગ્રામ હેઠળ આ બાયર-સેલર મીટ યોજાઈ છે.
ભારત સરકારના ટેક્સ્ટાઇલ મંત્રાલય દ્વારા દેશના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ અને વિકેન્દ્રિત પાવરલૂમ સેક્ટરને લાભ આપવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તે માટે વિશેષ યોજનાઓનો અમલ નવી મુંબઈના ટેક્સ્ટાઇલ કમિશનરની પ્રાદેશિક અૉફિસ દ્વારા કરવામાં આવે છે. તેના અનુસંધાનમાં `બાયર સેલર મીટ' હેઠળ ભિવંડી કલસ્ટરમાં ``100 ડેઝ એમએસએમઈ કેમ્પેઇન સપોર્ટ ઍન્ડ આઉટરીચ પ્રોગ્રામ''નું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રણ દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન થાણેના જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકર કરશે જ્યારે પ્રાદેશિક કચેરીના ડિરેક્ટર અને ઓઆઈસી એસ.પી. વર્મા, મુંબઈ કાપડ બજારોના વિવિધ અગ્રણીઓ આ પ્રસંગે પોતાના મંતવ્યો રજૂ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer