નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને 0.5 ટકા : 19 મહિનાના તળિયે

નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને 0.5 ટકા : 19 મહિનાના તળિયે
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
ભારતની ઔદ્યોગિક વૃદ્ધિ જે અૉક્ટોબરમાં 8.1 ટકાની ઊંચી સપાટીએ હતી તે નવેમ્બરમાં ઘટીને 0.5 ટકાની નીચી સપાટીએ આવી છે. છેલ્લા 19 મહિનાની આ સૌથી નીચી સપાટી છે.
માઇનિંગ, મેન્યુફેકચરિંગ, ઇલેક્ટ્રિસિટી માટેનો આંક નવેમ્બર 2018માં અનુક્રમે 110.6, 127.2, 147.2 રહ્યો હતો. આ નવેમ્બર 2017ની સરખામણીએ વિકાસદર અનુક્રમે 2.7 ટકા, (-) 0.4 ટકા અને 5-1 ટકા રહેલ છે. આ ત્રણ ક્ષેત્રોનો એકત્રિત વિકાસ એપ્રિલ-નવેમ્બર 2018 દરમિયાન અનુક્રમે 3.7 ટકા, 5.0 ટકા અને 6.6 ટકા રહ્યો છે.
મેન્યુફેકચરિંગ ઇન્ડેક્સમાં -0.4 ટકાનો નેગેટીવ ગ્રોથ નોંધાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer